
વાપીમાં LCB એ 12.69 લાખના દારૂ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી, ટેમ્પોમાં ઓલ્ડ યુઝડ સાયન્સ લેબ મટીરીયલ નોટ ફોર સેલ ના લેબલ મારેલા 304 બોક્ષમાં દારૂ ભર્યો હતો
ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવાની પ્રવુતિ સાથે સંકળાયેલ ઈસમો અજબગજબના કિમીયા વાપરતા હોય છે. આવી જ રીતે વપરાયેલ નકામા લેબ મટીરીયલનું ખોટું બિલ બનાવી તેની આડમાં 304 બોક્ષમાં મુંબઈના થાણેથી સુરતના કડોદરા જતા ટેમ્પોમાંથી પોલીસે 12,69,200 રૂપિયાનો દારૂ અને 5 લાખનો ટેમ્પો મળી કુલ 17,74,600 ના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી છે. પોલીસે દારૂ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
પૂંઠા ના બોક્ષમાં વ્યવસ્થિત પેક કરી સેલો ટેપ મારી માતબર દારૂ લઈ જવાની આ મોડ્સ ઓપરેન્ડી અંગે વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને વાપી GIDC પોલીસ મથકેથી વિગતો મળી હતી કે, LCB ની એક ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, મુંબઈના થાણેથી DD01-C-9021 નંબરના ટેમ્પોમાં દારૂ ભર્યો છે. જે નેશનલ હાઇવે નંબર 48 પરથી સુરત તરફ લઈ જવાય રહ્યો છે. આ બાતમી આધારે વાપી LCB ની ટીમે UPL ઓવર બ્રિજ નજીક વોચ ગો...