વાપીમાં JCIના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ્સ રજીતા પુસરલાએ ઝોન-8ના સભ્યો સાથે સંસ્થાની પ્રવૃતિઓ અંગે ચર્ચા કરી
વાપીમાં સમાજિક તેમજ વેપાર-ઔદ્યોગિક વિકાસ અને તાલીમ ક્ષેત્રે કાર્યરત જુનિયર ચેમ્બર ઓફ ઇન્ટરનેશનલ (JCI) છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે. ત્યારે પાછલા 6 મહિનામાં સંસ્થાએ કરેલી સારી કામગીરીની સમીક્ષા કરવા તેમજ આગામી 6 મહિના દરમિયાન નવા કાર્યોની રૂપરેખા આપવા માટે JCI ઇન્ડિયાના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ્સ રજીતા પુસરલાએ ઝોન-8ના વાપી સહિત પારડી, વલસાડ અને વાંસદની મુલાકાત લીધી હતી. નેશનલ વાઇસ પ્રેસિડેન્ટસે JIC સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી તેમની કામગીરીથી માહિતગાર થયા હતાં.
મંગળવારે વાપીમાં સિલ્વર લીફ હોટેલ ખાતે JCI (જુનિયર ચેમ્બર ઓફ ઇન્ટરનેશનલ) નામની 110 વર્ષ જૂની અને 120 દેશોમાં કાર્યરત સંસ્થાના ઝોન-8ના સભ્યો સાથે નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ્સ JC રજીતા પુસરલાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઝોન-8ના ઝોન પ્રેસિડેન્ટ્સ ઈશાન અગ્રવાલ સાથે ઉપસ્થિત રહેલ રજીતા પુસરલાએ વાપી JCI દ્વારા કરવામાં આવેલા ...