વાપીમાં GPCBની વર્ષ 2022માં 34 કંપનીને ક્લોઝર, 336 ને શૉ-કોઝ, તો 28ને નોટિસ ઓફ ડાયરેકશન ફટકારતી કાર્યવાહી
વાપીમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) એ જાન્યુઆરી 2022 થી ડિસેમ્બર 2022 સુધીમાં 34 કંપનીને ક્લોઝર નોટિસ, 336 ને શૉકોઝ નોટિસ, તો 28 કંપનીને નોટિસ ઓફ ડાયરેકશન ફટકાર્યું છે. આ સાથે 2 કંપનીઓ સામે લીગલ ફાઇલ કરી 2000થી વધુ કંપનીઓમાં ઇન્સ્પેકશન હાથ ધરી મહત્વની કામગીરી કરી છે. વલસાડ જિલ્લાના વાપી GIDC માં GPCB એ કેટલીક કંપનીઓ સામે માતબર રકમનો દંડ ફટકારી પ્રદુષણ ઓકતા કે કેમિકલ વેસ્ટનો બારોબાર નિકાલ કરતા એકમો સામે ગત વર્ષે લાલ આંખ કરી છે. જે વર્ષ 2023માં પણ યથાવત રહેશે તો વાપીના પ્રદુષણ પર કન્ટ્રોલ પણ યથાવત રહેશે.
વાપી GIDCના એકમો વર્ષોથી પ્રદુષણ મામલે બદનામ થતા એકમો છે. ભૂગર્ભ જળ, હવા પ્રદુષણ અને ઘન કચરાના મામલે વર્ષોથી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા અનેક એકમો સામે કરોડોનો દંડ ફટકાર્યો છે. તેમ છતાં વાપી GIDC માં પ્રદુષણ ફેલાવતા એકમોના સંચાલકો સુધર્યા નથી. વ...