વાપીમાં GPCB એ વર્ષ 2021-22માં 15 કંપનીને ક્લોઝર, 253 ને શૉકોઝ, તો 41ને નોટિસ ઓફ ડાયરેકશન
વાપીમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) એ એપ્રિલ 2021 થી માર્ચ 2022 સુધીમાં 15 કંપનીને ક્લોઝર નોટિસ, 253 ને શૉકોઝ નોટિસ, તો 41 કંપનીને નોટિસ ઓફ ડાયરેકશન ફટકારી કુલ 1750 કંપનીઓમાં ઇન્સ્પેકશન હાથ ધરી મહત્વની કામગીરી કરી છે. GPCB એ વલસાડ જિલ્લાના વાપી GIDC માં વર્ષ 2019માં 46 કંપનીઓને ક્લોઝર નોટિસ આપ્યા બાદ વર્ષ 2020માં 55 કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવી પ્રદુષણ ઓકતી કંપનીઓ સામે કાર્યવાહી કરી હતી. જ્યારે વર્ષ 2021-22માં વાઈટલ કંપનીને, અતુલ કંપનીને, મંગલમ કંપનીને 1 કરોડ આસપાસનો દંડ ફટકારી પ્રદુષણ ઓકતા કે કેમિકલ વેસ્ટનો બારોબાર નિકાલ કરતા એકમો સામે આ વર્ષે પણ લાલ આંખ કરી છે.
વાપી GIDCના એકમો વર્ષોથી પ્રદુષણ મામલે બદનામ થતા એકમો છે. ભૂગર્ભ જળ, હવા પ્રદુષણ અને ઘન કચરાના મામલે વર્ષોથી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા અનેક એકમો સામે કરોડોનો દંડ ફટકાર્યો છે. તેમ છતાં વાપી GIDC માં ...