Friday, October 18News That Matters

Tag: In Vapi GIDC the companies coming forward to celebrate the environment day have raised gardens in green space or shifted to parking lot

વાપી GIDC માં પર્યાવરણ દિવસે હઇસોહઇસો કરીને આગળ આવતી કંપનીઓએ ગ્રીન સ્પેસમાં ઉભા કરેલા ગાર્ડન ખસ્તાહાલ અથવા તો પાર્કિંગમાં તબદીલ….?

વાપી GIDC માં પર્યાવરણ દિવસે હઇસોહઇસો કરીને આગળ આવતી કંપનીઓએ ગ્રીન સ્પેસમાં ઉભા કરેલા ગાર્ડન ખસ્તાહાલ અથવા તો પાર્કિંગમાં તબદીલ….?

Gujarat, Most Popular, National
વાપી GIDC માં આવેલ વિવિધ એકમોના સંચાલકો દર વર્ષે પર્યાવરણ દિવસને મોટે ઉપાડે મનાવે છે. એક વિક કે પખવાડિયાના આવા કાર્યક્રમમાં નેતાઓ, અધિકારીઓ સાથે મળી વૃક્ષો વાવે છે. વાપી ને ગ્રીન GIDC બનાવવાના સંકલ્પ લેતા હોય છે. પરંતુ તે બાદ આ કહેવાતા પર્યાવરણ પ્રેમીઓ પોતાની કંપનીઓ આસપાસ જ ગ્રીન સ્પેસ ની જગ્યાનું દબાણ કરી પાર્કિંગ ઉભા કરવામાં કોઈ છોછ અનુભવતા નથી. કેટલાક વળી ગ્રીન સ્પેસમાં વૃક્ષો વાવે છે, તે બાદ તેની જાળવણી બાબતે સદંતર બેજવાબદાર બન્યા છે. 1100 હેકટરમાં પથરાયેલ વાપી જીઆઇડીસીમાં 1972થી ઉદ્યોગો ધમધમવાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં 155 ઉદ્યોગો કાર્યરત થયા હતા. જ્યારે આજે 3000 થી વધુ નાના મોટા એકમો ધમધમે છે. જેને કારણે વાપી GIDC પ્રદુષણ માટે તેમજ ઉદ્યોગોમાં થતા ગમખ્વાર આગ અને બ્લાસ્ટ ના બનાવોમાં નામચીન બન્યું છે. હવે જાહેર માર્ગો પર ગ્રીન સ્પેસની જગ્યામાં જ પાર્કિંગ ઉભા કરી વાહનોનો ખડકલો કરવામાં ...