
વાપી GIDC માં કેમિકલ કંપનીમાં ભીષણ આગને કાબુ લેવા ફાયરે ચલાવેલ પાણી ફૉમ ના મારા સાથે રસ્તા પર વહ્યું સફેદ ને બદલે કેમિકલ કલરયુક્ત પાણી
વાપી GIDC માં 3rd ફેઝમાં આવેલ સુપ્રીત કેમિકલ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીમાં શુક્રવારે સવારે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટના બાદ સતત 5 કલાકની મહેનતે ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ની ઘટના માં જાનહાની ટળી છે. પરંતુ, ફાયર દ્વારા કરેલા પાણી અને ફૉમ ના મારા દરમ્યાન સફેદ પાણીને બદલે કેમિકલ કલરયુક્ત પાણી કંપની પરિસર બહાર નીકળતા મુખ્ય માર્ગ પર કલરયુક્ત પાણીની નદી વહી હતી. જે જોઈ અધિકારો, કામદારોમાં કંપનીની બેદરકારી છતી થઈ હતી.
વાપી GIDC માં 3rd ફેઝમાં આવેલ સુપ્રીત કેમિકલ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીમાં શુક્રવારે સવારે 7 વાગ્યે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટના બાદ સતત 5 કલાકની મહેનત બાદ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી, કુલિંગ પ્રક્રિયા હાથ ધરી છે. પરંતુ, ફાયર દ્વારા કરેલા પાણી અને ફોમના મારા સાથે કલરયુક્ત પાણી કંપની પરિસર બહાર નીકળ...