વાપી-દમણ-સરીગામ માં રાહદારીઓનાં મોબાઈલ ખેંચી તરખાટ માચાવતી ગેંગના 2 સ્નેચરો ને LCB એ દબોચી લીધા
વાપી, દમણ, ભિલાડ અને સરીગામ વિસ્તારમાં ધૂમ સ્ટાઇલમાં બાઇક પર આવી રાહદારીઓનાં મોબાઈલ ખેંચી તરખાટ માચાવતી ગેંગના 2 મોબાઈલ સ્નેચરો ને LCB ની ટીમે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે અન્ય એક મોબાઈલ સ્નેચર ને વોન્ટેડ જાહેર કરી તેને પણ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઘટના અંગે મળતી વિગતો મુજબ LCB ની ટીમને બાતમી મળી હતી કે, વાપીમાં નેશનલ હાઇવે નંબર 48 પર ખોડિયાર હોટેલથી UPL બ્રિજ સુધીના રસ્તા પર એક પલ્સર બાઇક પર 2 યુવકો આંટાફેરા મારે છે. આ યુવકો રાહદારીઓનાં મોબાઈલ ફોન ખેંચી ભાગી જતી ગેંગના સભ્યો છે. આ બાતમી આધારે ખોડિયાર હોટેલ નજીક સર્વિસ રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન બાતમી વાળી પલ્સર બાઇક નંબર GJ15-DS-2376 પર આવેલા 20-22 વર્ષના બે યુવકોને પોલીસની ટીમે દબોચી લીધા હતાં. જેઓની પાસેથી આધાર પુરાવા વગરના 9 હજારની કિંમતના ચોરી કરેલા 2 ફોન, 1 લાખનું બાઇક, 12000 ર...