વાપીમાં ભાજપે કનુલાલની બાઇક રેલીમાં કેસરીયા હેલ્મેટ વહેંચ્યા પણ શરમના માર્યા કાર્યકરોએ પહેર્યા જ નહીં?
ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. સભાઓ, ડોર ટૂ ડોર ચૂંટણી પ્રચાર સાથે પક્ષોના ઉમેદવારો બાઇક રેલી કાઢી પ્રચારમાં જોડાયા છે. વાપીમાં પણ પારડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કનું દેસાઈએ ખુલ્લી જીપ માં સવાર થઈ ભવ્ય બાઇક રેલીનું આયોજન કર્યું હતું. જો કે બાઇક રેલીમાં કેસરિયા કલરની મોદીના ફોટો સાથેની હેલ્મેટ પણ સુરક્ષા ના ભાગ રૂપે કાર્યકરો કમ બાઇક સવારોને અપાઈ હતી. પરંતુ શરમના માર્યા મોટા ભાગના કાર્યકરોએ હેલ્મેટ તો લીધી હતી પરંતુ પહેરવાનું ઉચિત સમજ્યું નહોતું.
વાપીમાં કોપરલી રોડ પર પેપીલોન હોટેલ ખાતે ભાજપના ઉમેદવાર કનું દેસાઈના મધ્યસ્થ કાર્યાલયથી વાપી નગરપાલિકા, વાપી નોટિફાઇડ વિસ્તારમાં ભવ્ય બાઇક રેલી સાથે ચૂંટણી પ્રચારનું અયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમાં પારડી વિધાનસભાના ઉમેદવાર કનું દેસાઈ અને ભાજપના ચૂંટણી ઇન્ચાર્...