વલસાડમાં પરેશ રાવલે મોદી સરકારના ભરપેટ વખાણ કરી રાહુલ ગાંધી, અરવિંદ કેઝરીવાલ પર આકરા પ્રહાર કર્યા
વલસાડ વિધાનસભાની ચૂંટણી -2022 ના પ્રચાર પ્રસાર માટે વલસાડ આવેલા અભિનેતા પરેશ રાવલે ભાજપના ઉમેદવાર ભરત પટેલ ના સમર્થન માં ગુંદલાવ કોચર ફળીયા ખાતે જંગી જાહેર સભા સંબોધી હતી. પરેશ રાવલ કોંગ્રેસના રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેઝરીવાલ પર આકરા પ્રહારો કરી મોદી સરકારના ભરપેટ વખાણ કર્યા હતાં.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાજીની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ વિધાનસભાની ચૂંટણી -2022 ના પ્રચાર પ્રસાર ને ભારે જન સમર્થન મળી રહ્યું છે. જે અંતર્ગત હિન્દી ફીલ્મ જગતના પ્રસિધ્ધ અભિનેતા પરેશ રાવલે ભરત પટેલ ના સમર્થન માં ગુંદલાવ કોચર ફળીયા ખાતે જંગી જાહેર સભા સંબોધી હતી
જાહેર સભા સંબોધતા તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી તરીકે 2...