વલસાડમાં NDRF ની ટીમે એક બાળક સહિત મહિલા અને પુરુષોનું રેસ્ક્યુ કર્યું
વડોદરા ખાતેની NDRF ની બટાલિયન 6 ની આપદા પ્રબંધનમાં કુશળ ટુકડીએ વલસાડ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવની ઉમદા કામગીરી કરી છે.
દળના પ્રવક્તાએ આપેલી જાણકારી અનુસાર આ ટીમે બચાવના સાધનો સાથે જ્યાં પાણી ભરાયાં હતાં એ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને તે દરમિયાન પાણીમાં ફસાયેલા 4 પુરુષ, એક મહિલા અને બાળક મળી કુલ 6 લોકોને બચાવી લીધા હતા.
આ ઉપરાંત તેરિયાવાડ, ભાગડાખુર્દ અને ભાગડાવાડ વિસ્તારમાં ભરાયેલા પાણીને અનુલક્ષીને 13 પુરુષ અને 30 મહિલાઓનું ઊંચાણવાળા સલામત વિસ્તારોમાં સ્થળાંતર કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં થયેલા ભારે વરસાદને પૂરની પરિસ્થિતી સર્જાવાની ભીતીને ધ્યાનમાં રાખી કલેક્ટરે તુરંત એક્શન મોડમાં આવી નગરપાલિકાની 6 ટીમ અને NDRFની 1 ટીમ નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી માટે મોકલી હતી,
જેમાં NDRF ની...