વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય વ્યાપી કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું, જિલ્લામાં 4.72 લાખ આયુષ્યમાન કાર્ડના લાભાર્થી છે.
વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનું વાપીમાં VIA હોલ ખાતે તેમજ જિલ્લાના તમામ 6 તાલુકા મથકોએ આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે PMJAY-માં PVC કાર્ડ વિતરણને સમગ્ર રાજ્યના તમામ તાલુકાઓમાં શરૂ કરવાના કાર્યક્રમમાં વડાપ્રધાને વર્ચ્યુલી જોડાય શરૂઆત કરાવી હતી. તેમજ કેટલાક લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
સમગ્ર રાજ્યના તમામ તાલુકામાં આયોજિત કાર્યક્રમમાં PMJAY-માં અમૃતમ વાત્સલ્ય યોજના હેઠળ વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમ અંગે VIA હોલ વાપી ખાતે ઉપસ્થિત રહેલા વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલે આ યોજના કેટલી ઉપયોગી છે. તેનું માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં 50 લાખ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનું જીવંત પ્રસારણ VIA હોલ ખાતે ઉપસ્થિત તાલુકાના લાભાર્થીઓએ નિહાળ્યું હતું....