વલસાડ જિલ્લામાં દિવાળી પર્વમાં 30 ટકા જેટલા ભાવ વધારા બાદ પણ ગ્રાહકો ફટાકડા ખરીદવા ઉમટ્યા
પર્વનું મહાપર્વ એટલે દિવાળી, સામાન્ય રીતે દિવાળી એટલે રંગ બેરંગી અને ધૂમધડાકા વાળા ફટાકડા ફોડવાનો ઉત્સવ છે. જો કે કોરોના કાળના 2 વર્ષમાં દિવાળી પર્વને હર્ષોલ્લાસભેર નહિ ઉજવી શકનાર લોકોએ આ વર્ષે ઉત્સાહભેર દિવાળી પર્વ ઉજવવાનું મન બનાવ્યું છે. જેને લઈને અત્યારથી જ ફટાકડા બજારમાં તેજી જોવા મળી રહી છે.
વલસાડ જિલ્લામાં ફટાકડાના વેપારમાં ખૂબ જ જાણીતા એવા ભિલાડના લક્ષ્મી જનરલ સ્ટોરના પ્રોપરાઈટર નરેશ કુમાર શાહને ત્યાં અત્યારથી જ વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ વાપી-વલસાડ ઉમરગામ શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો ફટાકડાની ખરીદી કરવા આવી રહ્યા છે. સપ્તાહ પહેલા જ ફટાકડા ખરીદીમાં ઘરાકી જોવા મળતા નરેશ શાહે જણાવ્યું હતું કે, કોરોના કાળના 2 વર્ષ બાદ આ વર્ષે સારી ઘરાકી જોવા મળી રહી છે. પરંતુ તામિલનાડુના શિવા કાશી અને રાજકોટ અમદાવાદ જેવા શહેરોમાં થી આવતા ફાટકડામાં 30 થી 40 ટકા જેટલો ભાવ ...