
વલસાડ, દમણ, સેલવાસમાં શ્રમયોગીઓને ચૂકવવા પાત્ર લઘુતમ વેતનના નિયમોને કોન્ટ્રાક્ટરો, ઉદ્યોગ સંચાલકો, વ્યવસાયકારો ઘોળી ને પી ગયા છે. ત્યારે 21 રૂપિયાનું વધારાનું ભથ્થું માત્ર કાગળ પર……?
હાલમાં જ સરકારે કોન્ટ્રાકટ મજૂર (નિયમન અને નાબુદી) અધિનિયમ,1970 હેઠળના લઘુત્તમ વેતન દર અને તેમાં 6 મહિના માટે કરાયેલ 21 રૂપિયાનો વધારો કરવા ખાસ પરિપત્ર બહાર પાડ્યો છે. જો કે, આ અંગે વલસાડ જિલ્લામાં કાર્યરત GIDC ના ઉદ્યોગો હોય કે સેલવાસ-દમણ ના ઉદ્યોગો કે પછી વાપી, વલસાડ, દમણ, સેલવાસ નગરપાલિકા વિસ્તાર આ તમામ સ્થળોએ શ્રમયોગીઓ સાથે હળાહળનો અન્યાય થતો હોવાનું અને શ્રમયોગીઓ પાસે 8 કલાકથી વધુ તનતોડ મજૂરી કારાવાતી હોવાનું ફલિત થયું છે.
Labor Commissioner કચેરી દ્વારા હાલમાં 30/09/2023ના એક પરિપત્ર બહાર પાડી કોન્ટ્રાકટ મજૂર (નિયમન અને નાબુદી) અધિનિયમ, 1970 અને ગુજરાત નિયમો, 1972 હેઠળ કોન્ટ્રાકટરોને આપવામાં આવતા લાયસન્સની શરત નં(4)માં સ્પષ્ટ જણાવ્યા મુજબ લઘુત્તમ વેતન અધિનિયમ, 1948 હેઠળ જે અનુસૂચિત વ્યવસાયો માટે સરકારશ્રીએ લઘુત્તમ વેતન નકકી કરેલ છે. તેવા વ્યવસાયોમાં કામે રાખતા કોન્ટ્રાકટરોએ તેમન...