ઉમરગામમાં તંત્રએ ઝીંગા ના તળાવ પર કરેલું દબાણ બુલડોઝરની મદદથી દૂર કર્યું
વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં ઝીંગા તળાવ તેમજ પાસેના દબાણો પર તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઈ તળાવ પર કબજો રાખનારા પરિવારો એ રોષ વ્યક્ત કર્યો હતો.
વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલા ઝીંગા તળાવ તેમજ આસપાસના દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું . ઝીંગાના તળાવ પર ડિમોલિશન હાથ ધરતી વખતે તળાવ પર કબજો રાખનારા પરિવારો એ રોષ વ્યક્ત કર્યો હતો.
ઉમરગામ મામલતદાર સહિત પોલીસના કાફલા સાથે તંત્ર દ્વારા ઝીંગાના તળાવ પરનું દબાણ દૂર કર્યું હતું. ઝીંગા તળાવના માલિકને સરકારી જગ્યા પરથી ખસી જવા બે વર્ષ થી સૂચના આપી હતી. આખરે ઝીંગાના મબલક પાક સાથે તળાવ તોડી નાખવામાં આવતા ઉમરગામ તાલુકામાં ભારે ફફડાટ ફેલાયો છે.
ઉમરગામ કોસ્ટલ હાઇવે નજીક ઝીંગા ઉછેર ફાર્મ પર તંત્રએ જેસીબી લગાવી તળાવ તોડી પાડ્યું હતું. ઉમરગામ તાલુક...