ઉમરગામમાં જૈન સમાજે શેત્રુંજય ગિરિરાજ પરના અતિક્રમણ મામલે રેલી સ્વરૂપે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું
આર્યવર્તની ધન્ય ધરા પર ભારતભરમાં સેંકડો જૈન તીર્થો અનાદિકાળથી અસ્તિત્વ ધરાવે છે. જે તે સમયે આ તીર્થોનો જિર્ણોદ્વાર થતો આવ્યો છે. આજે પણ જૈન સંઘોની મોટી આસ્થાના ધામ આ જૈન તીર્થો છે. વર્ષોવર્ષ હજારો - લાખો જૈન યાત્રિકો તીર્થયાત્રાનો લાભ લઈને પોતાના આત્માને પવિત્ર બનાવવાનો પુરુષાર્થ કરે છે, જે અંગે હાલમાં જ જૈન સમાજની લાગણી દુભાય તેવા કૃત્ય થતા આ અંગે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના જૈન સમાજે રેલી યોજી આવેદનપત્ર પાઠવી પોતાની રજુઆત કરી હતી.
તાજેતરમાં પાલીતાણાના જૈનોના મહાન તીર્થ શ્રી શત્રુંજય ગિરિરાજ પર અતિક્રમણ કરી શ્રી આદિનાથ ભગવાનના પગલાંને ખંડિત કરવાનું જધન્ય કૃત્ય આચરી જૈન મહાતીર્થની પવિત્ર મર્યાદાનો ભંગ થતા જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમજ બિહાર ઝારખંડમાં આવેલ જૈનોના 20-20 તીર્થંકર ભગવાનોની નિર્વાણ ભૂમિ એવા શ્રી સમ્મેતશિખર તીર્થ માટે એવો કોઈપણ સરકારી ન...