પારડી બેઠક માટે હાથ ધરાયેલ સેન્સ પ્રક્રિયામાં કોંગ્રેસી કાર્યકર અને ઉદ્યોગોના ઉદ્યોગપતિઓ કનુભાઇના સમર્થનમાં ઉપસ્થિત રહ્યા
ગુરુવારે વલસાડ જિલ્લાની 5 બેઠકો પૈકી 3 બેઠકો એવી કપરાડા, પારડી અને ઉમરગામ માટે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચૂંટણીની ટિકિટ લેવાં ઇચ્છુક દાવેદારોનો રાફડો ફાટ્યો છે. રાજ્ય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પંચમહાલના પ્રભારી રાજેશ પટેલ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલે નિરીક્ષક તરીકે વલસાડના વશિયર ખાતે શ્રી પાર્ટી પ્લોટમાં સવારથી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
નિરીક્ષકો દ્વારા હાથ ધરાયેલ સેન્સ પ્રક્રિયા દરમ્યાન પારડી બેઠકમાં ધારાસભ્ય કનુભાઈ મોહનભાઇ દેસાઈના સમર્થનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તો ઠીક પણ વાપી GIDC ના ઉદ્યોગકારો અને ગત ટર્મમાં જેમણે કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી હતી તેવા ભરત પટેલ પણ કનુભાઈના સમર્થનમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
સેન્સ પ્રક્રિયા દરમ્યાન સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસી કાર્યકર કમ નેતા ભરત પટેલે નિરીક્ષકો સમક્...