દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નમાં 11 દીકરા-દીકરીઓને લગ્ન બંધનમાં બાંધી સુખી લગ્નજીવનના આશીર્વાદ આપ્યા
શનિવારે 6 મેં 2023ના દિવસે દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી દમણ જિલ્લા કોળી સમાજ હોલમાં આયોજિત આ દ્વિતીય સમૂહ લગ્નમાં 11 દીકરા-દીકરીઓ અગ્નિની સાક્ષીએ અને ભુદેવોના મંત્રોચ્ચાર વચ્ચે સાતફેરા ફરી લગ્ન બંધનમાં બંધાયા હતાં. જેને ઉપસ્થિત તમામ સમાજના આગેવાનોએ સુખી લગ્નજીવનના આશીર્વાદ આપ્યા હતાં.
યુનિયન ટેરિટરી ગણાતા દમણમાં શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા 6 મેં 2023ના શનિવારે દ્વિતીય સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 11 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં. લગ્નના આ શુભ અવસરે આદિવાસી સમાજની પરંપરાગત શૈલીમાં ગ્રહશાંતક બાદ તમામ વરરાજાઓને શણગારેલા ઘોડાઓ પર બેસાડી આદિવાસી વાજિંત્રો ના મધુર ધ્વનિ સંગાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ઘોડા પર સવાર તમામ વરરાજાઓ વાજતે ગાજતે લગ્ન મંડપ સ્થળે પહોંચ્યા હતાં.
લગ્ન મંડપ સ્થળે ઉપસ...