
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સેલવાસ સાતમાલિયા ડિયર પાર્કના વન્યજીવો માટે વન વિભાગે ઉભી કરી વિશેષ વ્યવસ્થા
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં દપાડા ગામે આવેલું સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. 310 હેક્ટરમાં ફેલાયેલા આ અભ્યારણ્યમાં ચિતલ, સાબર, નીલગાય જેવા 500 થી વધુ વન્ય જીવો વસવાટ કરે છે. જેઓ માટે ઉનાળાની કાળઝાળ ગરમી ને ધ્યાને રાખી દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. આ અભ્યારણ્યની વર્ષ 2023-24 દરમ્યાન 80 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
ગુજરાત - મહારાષ્ટ્ર ના પ્રવાસીઓને વન્ય જીવો નો અલભ્ય નજારો પૂરો પાડતા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર છે. 310 હેકટરમાં પથરાયેલ આ અભ્યારણ્યમાં નીલગાય, ચોસિંગા, સાબર, ચિતલ જેવા 500 થી વધુ વન્યજીવો કુદરતના ખોળે ધીંગા મસ્તી અને કિલ્લોલ કરી રહ્યા છે.
દાદરા નગર હવેલી ફોરેસ્ટ જણાવ્યા મુજબ સાતમાલિયા અભ્યારણ્ય કુદરતી ડુંગરાળ વિસ્તાર ધરાવે છે. જેમાં વિપુલ...