વાપીના ગુંજન વિસ્તારમાં ફાયનાન્સની ઓફિસમાં લોનધારકના ભાઈએ મળતીયાઓ સાથે મળી 4 લોકોને માર મારી ઓફિસમાં તોડફોડ કરી
વાપી ગુંજન વિસ્તારમાં ગિરનાર ખુશ્બૂ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં આધાર ફાયનાન્સ લીમીટેડ નામની ઓફિસમાં નવીનવગરીના લોન ધારકે લોનના હપ્તા અને વ્યાજ બાબતે ગાળાગાળી કરી પોતાના માણસો બોલાવી તોડફોડ કરી હતી. માથાભારે લોન ધારકે લાકડા અને ઢીક્કામુક્કી નો માર મારી ફાયનાન્સ ઓફિસના બ્રાન્ચ મેનેજર, ઓપરેશન મેનેજર, કલેક્શન મેનેજર, એક્ઝિક્યુટિવ મેમ્બર સહિત 4 લોકોને ઘાયલ કરી મુકતા તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
ઘટના અંગે વાપી GIDC માં નોંધાયેલ ફરિયાદ મુજબ વાપીના ગુંજન વિસ્તારમાં ગિરનાર ખુશ્બૂ પ્લાઝા કોમ્પ્લેક્ષ માં હાઉસિંગની લોન આપતી આધાર ફાયનાન્સ નામની ઓફિસમાં 11થી 1 વાગ્યા વચ્ચે આ ઘટના બની હતી. જેમાં ઓફિસમાં કામ કરતા વિપુલ ઠાકોર પટેલ- એક્ઝિક્યુટિવ મેમ્બર, ધર્મેશ નાનું પટેલ -આધાર હાઉસિંગ ફાઇનાન્સ બ્રાન્ચ મેનેજર, યજ્ઞેશ રાણા - ઓપરેશન મેનેજર (કેશિયર), ભાવિક રમેશ પટેલ- બ્રાન્ચ કલેકશન મેનેજર સહ...