રાતામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી, ભ્રષ્ટ તંત્રના વાંકે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો સિલસિલો યથાવત
વાપી નજીકના રાતા ગામે ગુલાબ નગરમાં આવેલ 2 ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. આગની ઘટના બનતા વાપી નગરપાલિકા અને નોટિફાઇડ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેઓએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ઘટના અંગે પોલીસને જાણકારી મળતા પોલીસે ભંગારના ગોડાઉનના માલિક ની અટક કરી પૂછપરછ હાથ ધરી છે.
વાપી GIDCના ઉદ્યોગોમાંથી નીકળતો વેસ્ટ એકઠો કરી તગડી કમાણી કરનારા ભંગારીયાઓના વાપી નજીકના ડુંગરા, રાતા, છીરી, છરવાળા, બલિઠા, સલવાવ જેવા ગામમાં રાફડા ફાટયા છે. આ ભંગારીયાઓ કોઈપણ પ્રકારના લાયસન્સ કે પરવાના વિના જ અત્યંત નુકસાનકારક વેસ્ટ ગોડાઉનમાં એકઠો કરતા હોય છે. જેમાં છાશવારે આગની ઘટના બનતા આસપાસના લોકોનો જીવ તાળવે ચોંટી જાય છે. તેમજ પર્યાવરણને પારાવાર નુકસાન પહોંચાડે છે. તેમ છતાં GPCB, વહીવટીતંત્ર કે ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો આવા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની બદલે આંખ આડા કા...