વાપી ની આરતી ઇન્ડસ્ટ્રીઝ માં બનેલી ઘટનામાં… મોટા ભા… બનીને ફરતા મીડિયા કર્મીઓએ “આધી અધૂરી જાનકારી હાનિકારક” કહેવતને સાર્થક કરી
શનિવારે વાપી માં અધૂરી જાણકારી સાથેના એક સમાચારે વાપીવાસીઓના જીવ અધ્ધર કરી દીધા હતા. જેમાં વાપી GIDC માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ માં ગેસ લિકેઝની ઘટના બની હોવાના સમાચાર વાપીમાં મોટા ભા બની ને ફરતા કેટલાક મીડિયા કર્મીઓએ સોશ્યલ મીડિયામાં બ્રેકિંગ ન્યુઝ ની લ્હાય માં વહેતા કર્યા હતાં. તો, કેટલાક યુ-ટયુબર્સે તો કંપની ના ગેટ આગળ ઊભા રહી અધૂરી જાણકારી સાથે નો બફાટ કરી વાપી પંથકમાં ચકચાર જગાવી દીધી હતી.
સામાન્ય રીતે હિન્દીમાં એક કહેવત છે કે, આધી અધૂરી જાનકારી હાનિકારક હોતી હૈ. આ કહેવત આ ઘટનામાં સાર્થક થઈ છે. ગેસ લિકેજની ઘટના અંગે કંપનીના રિકેન ટંડેલ સાથે ટેલીફોનીક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આરતી ઇન્ડસ્ટ્રીઝ નો એક પ્લાન્ટ છેલ્લા 25 દિવસથી બંધ હતો. જે પ્લાન્ટ ને શનિવારે શરૂ કરવામાં આવ્યો હતો. તે સમયે કંપનીના પ્લાન્ટમાં લાગેલી મશીનરીમાં રહેલો ગેસ બહાર નીકળ્યો હતો. આવો છુકારો સામાન્ય રીતે અન્ય પ્...