વાપી પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષી સભ્યોએ સત્તા પક્ષની વિકાસની ગુલબાંગો ને આડે હાથ લીધી!
વાપી નગરપાલિકામાં શનિવારે સામાન્ય સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત સભાના વિવિધ કામોને બહાલી આપી હતી. ત્યારે વિપક્ષી નેતા ખંડું પટેલે રસ્તા, ગટર, શૌચાલય સુવિધાઓ, સરકારી ગ્રાન્ટ સહિતના તમામ મુદ્દે પાલિકા સત્તાધીશો પાસે જવાબો માંગી ક્લીન બોલ્ડ કર્યા હતા.
વાપી નગરપાલિકાના સભા ખંડમાં પાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિપક્ષી નેતા ખંડું પટેલે અને વોર્ડ નમ્બર 5ના કોંગ્રેસી સભ્યોએ તેમના વિસ્તારમાં રસ્તા, ગટર, સ્વચ્છતા, શૌચાલય જેવી સમસ્યાઓ અંગે વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી રજુઆત કરી હતી.
વિપક્ષી નેતા ખંડું પટેલે પાલિકાના સત્તાધીશો વાપીને સિંગાપોર બનાવવામાં માંગે છે. તો, દરેક વોર્ડમાં પાયાની સગવડ આપો તેવો કટાક્ષ કરી સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળ થયેલા કામો અને પરત થયેલ ગ્રાન્ટ અંગે પાલિકા પાસે જવાબ માંગ્યો હતો કે જો ગ્રાન્ટ મળે છે તો તેના દ્વ...