
પહેલા વરસાદમાં જ સંજાણ નજીક DFCCIL ના રેલવે ટ્રેકની માટી ધસી, સંજાણ સર્વિસ રોડનું પણ ધોવાણ, તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું…!
વલસાડ જિલ્લામાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ઉમરગામમાં પ્રથમ વરસાદમાં જ 10 ઇંચ આકાશી પાણીએ તંત્રની પોલ ખોલી નાખી છે. સંજાણ નજીક DFCCIL નિર્મિત રેલવે ટ્રેકની માટી ધસી પડવા ઉપરાંત નવા બનેલા સર્વિસ રોડનું ધોવાણ થતા 10 કલાકમાં 3 અકસ્માત થયા છે. આસપાસના અસંખ્ય લોકો રસ્તાના કારણે અટવાયા છે. તો તંત્રની બુદ્ધિનું પ્રદર્શન પણ જોવા મળ્યું છે.
વલસાડ જિલ્લાના ઉમરગામમાં ખાબકેલા અનરાધાર વરસાદના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં તેમજ ઘરોમાં પાણીનો ભરાવો થયો છે, સંજાણ માં મુંબઈ-અમદાવાદ વચ્ચે બની રહેલ DFCCIL ની રેલવે લાઈનની માટી ધસી પડતા ટ્રેક ને નુકસાન થયું છે. DFCCIL ના સંજાણ બ્રિજમાં ગાબડું પડ્યા બાદ બનાવેલ સર્વિસ રોડનું પણ પહેલા વરસાદમાં જ ધોવાણ થઈ ગયું છે.
મેઘરાજાના આ પ્રથમ રાઉન્ડમાં જ થયેલી ખાનાખરાબીમાં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન પણ જોવા મળ્યું છે. સંજાણ ...