કોરોના મહામારીમાં UPL કંપનીએ 4 હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યો
વાપી :- જરૂરિયાત એ શોધની જનેતા છે. આ કહેવતને હાલની કોરોના મહામારીમાં ઓક્સિજનની તંગી નિવારવાના એક આઈડિયા જો બદલ દે દુનિયાના રૂપ માં UPL કંપનીએ સાર્થક કરી છે. કોરોના મહામારીમાં ઓક્સિજનની તંગી નિવારવા UPL કંપનીએ નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં કન્વર્ટ કર્યો છે. ગુજરાતમાં વાપી, સુરત, અંકેલશ્વર અને મધ્યપ્રદેશના ઇન્દોર માં કંપનીએ પોતાનાં નાઇટ્રોજન પ્લાન્ટને બંધ કરી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટના રૂપે શિફ્ટ કર્યો છે. આગામી એક સપ્તાહમાં આ પ્લાન્ટ થકી ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવામાં આવશે.
કોરોના મહામારીમાં UPL કંપનીની પહેલ...
ઓક્સિજનની ઘટ નિવારવા મદદરૂપ બનશે...
UPL તેના નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં તબદીલ કર્યો......
વાપી સહિત 4 હોસ્પિટલમાં ઓક્સિજન આપશે...
વાપીમાં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ (UPL) કંપની ગુજરાતમાં એના નાઇટ્રોજન ઉત્પાદન પ્લાન્ટને કન્વર્ટ કરી ઓક્સ...