વાપી નજીક તલવાડામાં પોલીસે જપ્ત કરી ખડકલો કરેલા વાહનોમાં આગ ભભૂકી! 20 વાહનો બળીને ખાખ! આગ લાગવાનું કારણ અકબંધ
વાપી :- વાપી પોલીસ ડિવિઝન હસ્તક આવતા પોલીસ મથકોમાં જપ્ત કરાયેલ વાહનોને ભિલાડ નજીક આવેલ તલવાડા ખાતે બનાવેલ યાર્ડમાં રાખવામાં આવ્યા છે. આ યાર્ડમાં શુક્રવારે બપોર બાદ અચાનક આગ ભભૂકી ઉઠતા 20 જેટલા વાહનો આગમાં સ્વાહા થયા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વાપી નજીક ભિલાડ પોલીસ મથકથી 1કિમિ દૂર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ તલવાડા ગામ સ્થિત પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલ પૈકી વાહનોના યાર્ડમાં બપોરે સવા 2 વાગ્યા આસપાસ અચાનક એક ફોર વ્હીલર વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી. જે આગ એટલી વિકરાળ બની કે અન્ય આજુબાજુમાં પાર્ક કરેલ 20 જેટલા વાહનોને લપેટમાં લેતા તમામ વાહનો આગમાં સ્વાહા થયાં છે.
પોલીસે વિવિધ ગુન્હા સબબ જપ્ત કરેલા વાહનોના યાર્ડમાં લાગેલી આગથી આસપાસના લોકોમાં અફરાતફરી સાથે ભયનો માહોલ ઉત્પન્ન થયો હતો. આગ લાગી કે લગાડવામાં આવી તેવા તર્ક વહેતા થયા હતાં. જ્યા...