વાપીમાં ‘ટેલેન્ટ કા મેલા’ ડાન્સ, મ્યુઝિક, ફેશન શૉ માં બાળકો-યુવાનોએ પોતાના ટેલેન્ટ નો પરિચય કરાવી ધમાલ મચાવી
વાપીમાં આવેલ VIA હોલ ખાતે રવિવારે ડાન્સ સ્ટુડિયો દ્વારા ટેલન્ટ કા મેલા ઓપન કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 જેટલા બાળકો-યુવાનોએ પોતાનામાં રહેલી ડાન્સ,મ્યુઝિક અને ફેશન પ્રત્યેની અનોખી પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં. યુવા પ્રતિભાને આ ક્ષેત્રમાં પ્લેટ ફોર્મ મળે તેવા ઉદ્દેશ્યથી આયોજિત આ ઓપન કોમ્પિટિશન માં જજીસની પેનલે કાર્યક્રમના અંતે વિશિષ્ટ યુવા પ્રતિભાના નામ જાહેર કર્યા હતાં.
વાપી અને તેની આસપાસના સંઘપ્રદેશ સહિતના વિસ્તારમાં બાળકો, યુવાનોમાં રહેલી ટેલેન્ટ ને બહાર લાવી એક પ્લેટ ફોર્મ પૂરું પાડી શકાય તેવા ઉદ્દેશ્યથી વાપીમાં VIA ઓડિટોરિયમ માં રવિવારે ડાન્સ સ્ટુડિયો દ્વારા ટેલન્ટ કા મેલા ઓપન કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેલેન્ટ કા મેલા માં 200 જેટલા બાળકો-યુવાનોએ પોતાનામાં રહેલી ડાન્સ,મ્યુઝિક અને ફેશન પ્રત્યેની ટેલેન્ટને દર્શકો સમક્ષ રજુ કરી હતી.
આ ...