Friday, January 31News That Matters

Tag: In Sanjan school students pedestrians have to wade through water because of PWD’s childlike intelligence

સંજાણમાં PWD ની બાળ સહજ બુદ્ધિના કારણે શાળાના વિદ્યાર્થીઓ, રાહદારીઓએ પાણીમાંથી પસાર થવું પડે છે…?

સંજાણમાં PWD ની બાળ સહજ બુદ્ધિના કારણે શાળાના વિદ્યાર્થીઓ, રાહદારીઓએ પાણીમાંથી પસાર થવું પડે છે…?

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે બ્રિજના તકલાદી કામ બાદ કડક કાર્યવાહી મામલે ભીનું સંકેલી લેવામાં આવ્યું છે કે કેમ તે તો હાલ જાણી શકાયું નથી. પરંતુ, આવી જ બીજી બાળ સહજ બુદ્ધિનું પ્રદર્શન થયું હોવાનું સામે આવ્યું છે. સંજાણ ખાતે આવેલી ઉમરગામ તાલુકાની પંચાયત (માર્ગ અને મકાન) પેટા વિભાગે, જાદી રાણા સ્કુલ તરફનાં ભયજનક ખનકી કિનારાનાં રસ્તા પર, બેરીકેડ નહીં લગાવી વિધાર્થીઓ, રાહદારીઓ તથા વાહનચાલકોનાં જીવોને જોખમમાં મૂકી દીધા છે. આ રસ્તેથી ઉમરગામ તાલુકાનાં બહુધા વિધાર્થીઓ જાદી રાણા સ્કુલમાં અભ્યાસ કરવા જાય છે. ચોમાસામાં આ ખનકીનું પાણી અવારનવાર રસ્તા પર ફરી વળતું હોવાથી રસ્તો પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ રસ્તા પર બેરીકેડ નહીં લગાવી, ખુદ પંચાયત (માર્ગ અને મકાન) પેટા વિભાગનાં અધિકારીઓ લાપરવાહીની લપેટમાં આવી ગયાં હોય એવું લાગે છે. કેમ કે શુક્રવારે ભારે વરસાદ બાદ આ વિસ્તારમાં પાણીનો ...