‘એક દિન ખુલ કે જીઓ’ પોદારમાં પેરેન્ટ્સએ પાડ્યો પરસેવો, બાળપણની જૂની રમતો રમી બચપન યાદ કર્યું
વાપી નજીક ટુકવાડા ગામમાં આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અનોખા રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકોએ નહિ પરંતુ તેમના માતાપિતાએ 80-90ના દાયકાની બાળપણમાં રમેલી રમતો રમી બાળપણના દિવસો તાજા કર્યા હતાં.
વાપી નજીક ટુકવાડા ગામ ખાતે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા શાળાના 800 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ માટે 'એક દિન ખુલ કે જિઓ' ની થીમ પર વિન્ટર સ્પોર્ટસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ ને બદલે તેમના માતાપિતાએ રમેલી બાળપણની 14 જેટલી રમતો રમાડી બાળપણના દિવસોને યાદ કરાવ્યા હતાં.
આ અનોખી થીમ અંગે શાળા ના પ્રિન્સીપાલ અનુપમ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આજના મોબાઈલ-લેપટોપના ડિજિટલ યુગમાં 80-90 ના દાયકાની સટોળીયું, રસ્સી ખેંચ, ટાયર ફેરવવું, સ્લો સાયકલ રેસ, કેરમ, ટેબલ ટેનિસ જેવી 14 જેટલી રમતો વિસરાઈ ગઈ છે. ...