દમણગંગા નદીમાં માછલીઓ માટે પ્રાણઘાતક બનેલા જળકુંભીના વેલામાં ફસાયેલ ગાય ને 2 કલાકની મહેનત બાદ રેસ્ક્યુ કરાઈ
શુક્રવારે દમણગંગા નદી પાસે પશ્ચિમ વિભાગમાં પાણીમાં પથરાયેલ જળકુંભીના વેલાઓથી બનેલા દલદલમાં એક ગાય ફસાઈ ગઈ હતી, જેને આશરે બે કલાકની મહામહેનતે વર્ધમાન શાહ, હિતેશ રાઠોડ, દિલીપ ગોન્ડ અને વાપી નોટીફાઇડ જી આઇ ડી સી ફાયર વિભાગ ટીમ ના તરવૈયા દ્વારા સાવધાની પૂર્વક કાઢી લઈ જીવ બચાવી લીધો હતો.
દમણગંગા નદી કિનારે માછલી પકડવા ગયેલા લોકોને એક ગાય જળકુંભીના વેલામાં જકડાયેલા વિસ્તાર માં ફસેલી નજરે ચઢી હતી. જે નીકળવાની કોશિશ કરી રહી હતી પણ નીકળી શકતી નહોતી. જે ગરમીના કારણે ચાલવામાં અસમર્થ જણાઈ રહી હતી. આ અંગે વાપી ના એનિમલ રેસક્યુના વર્ધમાન શાહ ને જાણ કરતા તેઓ હિતેશ રાઠોડ સાથે ત્વરીતે ઘટના સ્થળે પહોંચી જોતા ગાય ગંભીર રીતે ફસાઈ હતી.
જેને કાઢવામાં વધુ જોખમ જણાતા તરત જ વાપી નોટીફાઇડ GIDC ફાયર ટીમ નો સંપર્ક કર્યો હતો, ફાયર ટીમ અને જીવદયા પ્રેમીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચી જળકુંભીના વેલાઓમાં ફસાયેલી...