Sunday, December 22News That Matters

Tag: In Daman pieces of Heart celebrated true love day mother-father worship day

દમણમાં જીગરના ટુકડાઓએ ઉજવ્યો સાચો પ્રેમ દિવસ એટલે કે માતૃ-પિતૃ પૂજન દિવસ

દમણમાં જીગરના ટુકડાઓએ ઉજવ્યો સાચો પ્રેમ દિવસ એટલે કે માતૃ-પિતૃ પૂજન દિવસ

Gujarat, National
શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા દમણના ખારીવાડ, ડાભેલ અને ભેસલોર વિસ્તારની અલગ અલગ શાળાઓમાં માતૃપિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ તેમના માતા-પિતા, વાલીઓ અને શિક્ષકોને તિલક લગાવી, અક્ષત-પુષ્પો અર્પણ કરી, પ્રસાદ ખવડાવીને સમ્માન કર્યું હતું. આ અનોખા લાગણીભર્યા પ્રેમના દિવસમાં દરેક સંતાનોએ માતાપિતાને તથા વાલીઓ, વડીલો, ગુરુજનોને હાર પહેરાવીને આરતી કરી તેમની પ્રદક્ષિણા કરી હતી. વાલીઓએ બાળકોને ગળે લગાડી ભાવપૂર્વક આશીર્વાદ આપ્યા હતા. આ દરમિયાન માતા-પિતા અને બાળકો પરસ્પરનો પ્રેમ પામીને ભાવુક થઈ ગયા હતાં, તેમની આંખોમાં પ્રેમના આંસુ છલકાયા હતાં. આ પ્રસંગે દમણની 5 થી 6 જેટલી દમણ ની વિવિધ શાળાના અંદાજિત 10000 જેટલા વિદ્યાર્થીઓ-વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ના અંતે પ્રસાદનું વિતરણ કરાયું હતું. સમિતિના પ્રવક્તા મુકેશ ભાઈએ જણાવ્યું કે, સનાતન સંસ્કૃત...