ભિલાડમાં જૈન સમાજે આચાર્ય મહાશ્રમણજીનું ભવ્ય સ્વાગત કરી આશીર્વચનનો લ્હાવો લીધો
તીર્થંકરના પ્રતિનિધિ, મહાન તપસ્વી, અહિંસા યાત્રા બાદ દેશભરમાં વ્યસન મુક્તિ, નૈતિકતા, સામાજિક સદભાવનાના સંદેશ સાથે અણુંવ્રત યાત્રાના પ્રણેતા એવા યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી તેમની ધવલસેના સાથે ઔદ્યોગિક નગરી વાપીથી મુંબઈ તરફ પોતાની યાત્રા આગળ વધારી રહ્યા છે. ત્યારે તેમની આ યાત્રાનું ભિલાડ ખાતે તેરાપંથ જૈન સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ ભિલાડ ખાતે આવેલ સ્વામિનારાયણ હોલમાં પ્રવચનનો લ્હાવો લીધો હતો.
વલસાડ જિલ્લાના વાપી બાદ ભિલાડ ખાતે યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભિલાડ ખાતે જાણીતા ઉદ્યોગકારો એવા પવનકુમાર બૈડ અને તેમના પરિવાર દ્વારા આ માટે વિશેષ અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પવનકુમાર બૈડ સહિત તેમના પરિવારજનોએ અને જૈન સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આધ્યાત્મિક સ્વાગત કરી ઉમળકાભેર અણુંવ્રત રેલીમાં જોડાયા હતાં. ભિલાડ રેલવે ગરનાળાથી સ્...