Friday, January 31News That Matters

Tag: In Bhadkamora Sulpad area the Vapi Municipality carried out works including marking to remove unauthorized constructions and widen the road

ભડકમોરા-સુલપડ વિસ્તારના માર્ગ પર થયેલા દબાણને દૂર કરી રસ્તો પહોળો કરવા વાપી પાલિકાએ માર્કિંગ સહિતની કામગીરી હાથ ધરી

ભડકમોરા-સુલપડ વિસ્તારના માર્ગ પર થયેલા દબાણને દૂર કરી રસ્તો પહોળો કરવા વાપી પાલિકાએ માર્કિંગ સહિતની કામગીરી હાથ ધરી

Gujarat, National
વાપી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા સુલપડ, ભડકમોરા વિસ્તારમાં વર્ષોથી મુખ્ય માર્ગ પર દબાણો કરી ઉભા કરેલા બાંધકામો સામે પાલિકાએ આખરે કાર્યવાહી શરૂ કરી છે. મુખ્ય માર્ગ પર ઉભા કરેલા દબાણો ટ્રાફિકને અવરોધતા હોય અને સાંકડો માર્ગ હોવાથી GIDC ના ભારે વાહનો પસાર થઈ શકતા ના હોય 9 મીટરના આ માર્ગને 18 મીટરનો કરવાની નેમ નગરપાલિકાની છે. જેને લઇ મંગળવારે આ વિસ્તારમાં માર્કિંગ સહિતની કામગીરી હાથ ધરી હતી. જો કે માર્ગ પહોળો કરવાની કામગીરીમાં કેટલાક અધિકૃત અને અનધિકૃત બાંધકામો તૂટવાના હોય સ્થાનિક લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.  વાપી નગરપાલિકામાં અનેક વોર્ડના વિસ્તારમાં કેટલાય લોકોએ સરકારી જમીન પર કે માર્ગ પર દબાણો કરી દીધા છે. આવા દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવા રાજ્યના નાણાપ્રધાને હાલમાં ડુંગરા ખાતે તળાવના વિકાસના કામના ખતમુહરત પ્રસંગે તાકીદ કરી હતી. જે બાદ નગરપાલિકાના સત્તાધીશોએ ગેરકાયદેસર દબાણો...