
બલિઠામાં પંચાયતના સત્તાધીશોએ અને વહીવટી તંત્રના અધિકારીઓએ પોતાના વિકાસ માટે બિલ્ડરો સાથે સાંઠગાંઠ રચી હાઇરાઈઝ ઇમારતોને મંજૂરી આપી દીધી?
વલસાડ જિલ્લાનો વાપી તાલુકો ઔદ્યોગિક ક્ષેત્રે જાણીતો તાલુકો છે. આ તાલુકામાં વાપી શહેરની સરહદને અડીને આવેલુ બલિઠા ગામ આજે પણ અનેક પાયાની સુવિધાઓથી વંચિત છે. ગામની મધ્યમાથી હાઇવે નંબર 48 અને પશ્ચિમ રેલવે લાઇન પસાર થતી હોય ગામના અનેક લોકોએ રેલવેમાં તેમજ હાઇવે પર વાહનોની અડફેટે જીવ ગુમાવ્યા છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે. જેને લઈને અહીં રેલવે લાઇન પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી સાથે હાઇવે પર પણ ફોરલેન ઓવરબ્રિજ બનાવવાની માંગ ઉઠતા ઓવરબ્રિજની મંજૂરી મળી છે. જો કે એક સમયે રેલવે ઓવર બ્રિજ સાથે હાઇવે ઓવરબ્રિજ બનાવવા તેના નકશા તૈયાર કરી રેલવે ઓવરબ્રિજ ની કામગીરી શરૂ કર્યા બાદ તે હજુ પણ પૂર્ણ થઈ નથી. જ્યારે બીજી તરફ હાઇવે પરના બ્રિજ માટે જમીન સંપાદન ની નોટિસ આપ્યા બાદ અને 90 ટકાને વળતર ચૂકવ્યા બાદ અચાનક આ પ્રોજેકટ સ્થાનિક મોટા જમીનદારોને બચાવવા પ...