Friday, January 31News That Matters

Tag: In Ambawadi of Kunta village near Vapi a migrant youth Ate the traps 2 creeps in 2 days There was a commotion in the area due to the death

વાપી નજીક કુંતા ગામની આંબાવાડીમાં પરપ્રાંતીય યુવકે ગળે ફાંસો ખાધો, 2 દિવસમાં 2 કમકમાટીભર્યા મોતથી પંથકમાં અરેરાટી

વાપી નજીક કુંતા ગામની આંબાવાડીમાં પરપ્રાંતીય યુવકે ગળે ફાંસો ખાધો, 2 દિવસમાં 2 કમકમાટીભર્યા મોતથી પંથકમાં અરેરાટી

Gujarat, National
વાપી નેશનલ હાઇવે નંબર 48 પર 25મી એપ્રિલે એક યુવક પર કોઈ અજાણ્યું વાહન ભરી વળતા તેના કમકમાટીભર્યા ક્ષત વિક્ષત મૃતદેહે પંથકમાં કમકમાટી જન્માવી હતી. જે હજુ શમી નથી ત્યાં જ 26મી એપ્રિલે વાપી નજીક કુંતા ગામની આંબા વાડીમાં ઝાડને ડાળે ગળે ફાંસો ખાધેલી હાલતમાં વધુ એક યુવકનો મૃતદેહ મળી આવતા પંથકમાં અરેરાટી ફેલાઈ છે. વાપીમાં બિનવારસી મૃતદેહ ઉપાડતા તેમજ અકસ્માતે કે અન્ય કોઈ કારણસર મોતને ભેટતા અજાણ્યા મૃતદેહો માટે નિઃશુલ્ક સેવા બજાવતા જમીયત ઉલમાએ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને તેની ટીમને સવારે પોલીસ વિભાગમાંથી ફોન આવ્યો હતો કે, વાપી નજીક કુંતા ગામની એક આંબાવાડીમાં એક યુવક ઝાડની ડાળી સાથે ગળેફાંસો ખાઈ મૃત્યુ પામેલ છે. જેના મૃતદેહને એમ્બ્યુલન્સમાં વાપી ચલાના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાનો છે. આ જાણકારી મળતા ઇન્તેખાબ ખાન અને તેની ટીમ એમ્બ્યુલન્સ સાથે કુંતા ગામની આંબા વાડીમાં...