DGVCL હેઠળ આવતા ધરમપુર, કીમ અને વઘઇમાં ત્રણ નવી વીજ ડિવિઝન ઑફિસ બનાવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા તમામ વીજ ગ્રાહકોને ઉત્તમ વીજ સેવા અને સુવિધાઓ વધુને વધુ નજીકના સ્થળેથી સુનિશ્ચિત થાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ રાજ્ય સરકાર દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યક્ષેત્રમાં ધરમપુર, કીમ અને વઘઇ એમ ત્રણ નવીન વિભાગીય કચેરીઓ (ડિવિઝન) બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
આ અંગે વધુ વિગતો આપતા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે તાજેતરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યક્ષેત્ર હેઠળની વાપી ગ્રામ્ય વિભાગીય કચેરીનું વિભાજન કરીને નવીન ધરમપુર વિભાગીય કચેરી, કડોદરા વિભાગીય કચેરીનું વિભાજન કરીને નવીન કીમ વિભાગીય કચેરી અને નવસારી ગ્રામ્ય વિભાગીય કચેરીનું વિભાજન કરીને નવી વઘઇ વિભાગીય કચેરી એમ ત્રણ નવી વિભાગીય કચેરીઓ (ડિવિઝન) બનાવવામાં આવશે.
નવી ધરમપુર વિભાગીય કચેરી વલસાડ જિલ્લામાં,...