Tuesday, October 22News That Matters

Tag: Immersion of 233 one-and-a-half-day Ganesha idols on the banks of Damanganga Eco-friendly idol immersion in an artificial tank

દમણગંગા કિનારે 233 જેટલી દોઢ દિવસની ગણેશ પ્રતિમાનું કરાયું વિસર્જન, ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું કૃત્રિમ કુંડમાં વિસર્જન

દમણગંગા કિનારે 233 જેટલી દોઢ દિવસની ગણેશ પ્રતિમાનું કરાયું વિસર્જન, ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું કૃત્રિમ કુંડમાં વિસર્જન

Gujarat
બુધવારે દોઢ દિવસના શ્રીજી વિસર્જનની નાની મોટી મળી કુલ 233 ગણેશ પ્રતિમાઓનું દમણગંગા નદીમાં અને કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વાપી શહેર, GIDC અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાપિત દોઢ દિવસના ગણેશજીની બુધવારે બપોર બાદ ગણેશ ભક્તો, આયોજકો દ્વારા ધામધૂમથી બાપાની વિસર્જન યાત્રા કાઢવામા આવી હતી. Dj ના તાલે અને ઢોલ નગારાના ધબકારે નાચગાન સાથે નીકળેલી યાત્રામાં ગણપતિ બાપા મોરિયા નો નાદ ગુંજયો હતો. વિસર્જન યાત્રા દમણગંગા નદી કિનારે પહોંચી હતી. જ્યાં અંતિમ આરતી કરી ભાવવિભોર બની ભક્તોએ ગણેશ પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.  દમણ ગંગા નદી કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને NGO સંસ્થાની મદદથી તેમજ ફાયર વિભાગની મદદથી મોડી રાત્રી સુધીમાં 233 દોઢ દિવસની પ્રતિમાનું દમણગંગા નદીમાં અને અહીં બનાવેલ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતુઁ. વાપી વિસ્તારમાં ગણેશોત્સવના પ્રારંભ સાથે ગણેશમય વાતાવ...