વાપીમાં IGCL કંપની એ મનાવ્યો સુવર્ણ જયંતિ મહોત્સવ, મંત્રી રૂપાલાના હસ્તે 50 વર્ષથી કંપનીમાં કાર્યરત કર્મચારીઓનું કરાયું સન્માન
વાપીમાં કાર્યરત ઇન્ડિયા જીલેટિન એન્ડ કેમિકલ લિમિટેડની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયા છે. એક કંપનીએ તેમના કર્મચારીઓના સહયોગથી 50 વર્ષ પૂર્ણ કર્યા હોય એ ખુશીમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ના હસ્તે કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
વાપીમાં આવેલ IGCL કંપનીએ 50 વર્ષ પૂર્ણ કર્યા છે. સતત 50 વરસથી કાર્યરત કંપનીની પ્રોડકટ આજે અનેક દેશોમાં એક્સપોર્ટ થાય છે. ત્યારે, 50 વર્ષની સફરમાં કંપની સાથે રહી મહત્વનું યોગદાન આપનાર કંપનીના કર્મચારીઓનું સન્માન કરી આભાર પ્રગટ કરવા શુક્રવારે કંપનીમાં સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર વીરેન મીરાની ના આમંત્રણ ને માન આપી ડેરી, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના કેબિનેટ પ્રધાન પરષોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેમના હસ્તે કંપનીમાં 30 થી 50 વર્ષ સુધી સેવા આપનાર કર્મચાર...