Friday, January 31News That Matters

Tag: If cleaning campaign is given priority in municipality and village panchayat when the cleaning campaign by the companies of Vapi Sarigam Umargam GIDC from Gandaki to Khadbadta

વાપી, સરીગામ, ઉમરગામ GIDCની કંપનીઓ દ્વારા સફાઈ અભિયાન ક્યારે?

વાપી, સરીગામ, ઉમરગામ GIDCની કંપનીઓ દ્વારા સફાઈ અભિયાન ક્યારે?

Gujarat, National
વાપી, વલસાડ, ઉમરગામ, પારડીમાં હાલમાં જ પાલિકા દ્વારા સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જો કે, વલસાડ જિલ્લો ઔદ્યોગિક નગરી તરીકે જાણીતો છે. અહીં વાપી, સરીગામ, ઉમરગામ જેવી GIDC આવેલી છે. જેમાં અંદાજિત 10,000 એકમો કાર્યરત છે. વાર તહેવારે કંપની સંચાલકોની જન્મ-મરણ તિથિએ રક્તદાન કેમ્પનું આયોજન કરતા કે, પર્યાવરણ જેવા દિવસોએ વૃક્ષારોપણ કરતા ઉદ્યોગકારો કંપની આસપાસની ગંદકી હટાવવા કોઈ સફાઈ અભિયાન હાથ ધરતા નથી. આવા સંચાલકો સ્વચ્છતા મિશનમાં એક કલાકનું જો શ્રમદાન કરે તો દરેક GIDCમાં પણ સ્વચ્છતા જળવાય રહે. પરંતુ તે શુભ કાર્યમાં કોણ આગળ આવશે તે સવાલ છે. સમગ્ર ભારતમાં સ્વચ્છતા મિશન અભિયાન હેઠળ સામુહિક સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતના દરેક ગામડે ગામડે, શહેરમાં સફાઈ ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ગામડા અને શહેરો સ્વચ્છ બની રહ્યા છે. ત્યારે, વલસાડ જિલ્લાની વાપી, સરીગામ, ઉમરગામ GIDC ગંદકીથી ...