Friday, October 18News That Matters

Tag: ICDS department wakes up after report of Anganwadi centers running without building in talukas including Umargam taluka of Valsad district CDPO orders for building arrangement

મકાન વિહોણી ચાલતી આંગણવાડી કેન્દ્ર અંગેના અહેવાલ બાદ ICDS વિભાગ જાગ્યું, મકાનની વ્યવસ્થા માટે CDPOનો આદેશ

મકાન વિહોણી ચાલતી આંગણવાડી કેન્દ્ર અંગેના અહેવાલ બાદ ICDS વિભાગ જાગ્યું, મકાનની વ્યવસ્થા માટે CDPOનો આદેશ

Gujarat
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 50થી વધુ આંગણવાડીઓનું મકાન સંકલનના અભાવે કે વિવાદમાં બન્યા નથી. આવા સંજોગોમાં બાળકોને વૃક્ષ નીચે કે કોઈક બીજાના મકાનના ઓટલે અભ્યાસ કરાવાય છે. આ વર્ષોથી દયાજનક સ્થિતિમાં ચાલતી આંગણવાડી કેન્દ્રનો અહેવાલ ઔરંગા ટાઈમ્સ અને સ્થાનિક દૈનિક અખબારમાં છપાયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના ગામો સહિત અનેક ગામોમાં સામાન્ય કારણોથી આંગણવાડી કેન્દ્રના મકાન નહિ બનતા વૃક્ષના નીચે આંગણવાડીના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. કેટલીક આંગણવાડી 15 વર્ષથી પણ વધુ સમયથી બીજાના ઓટલે ચલાવવામાં આવી રહી છે. તો કેટલીક આંગણવાડી કેન્દ્ર ભાડેના મકાનમાં આંગણવાડી વર્કરો સ્વખર્ચે ચલાવવા માટે મજબુર બન્યા છે. સંજાણ જેવા ગામોમાં પણ સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. લાખોના ખર્ચે મકાન નિર્માણ થયા બાદ પણ સામાન્ય વિવાદના કારણે મકાનનો ઉપયોગ થયો નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી...