ઘેટાં-બકરાના પરિવહન સમયે કેટલા દસ્તાવેજો સાથે રાખવા, શું છે નિયમો…?
દર વર્ષે બકરી ઈદ આવતા પહેલા ગુજરાત-મહારાષ્ટ્ર માં મોટે પાયે બકરા ભરેલ ટ્રક પકડવાના સમાચારો આવે છે. જીવદયા પ્રેમીઓ કે એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યો પોલીસ સ્ટાફ ને સાથે રાખી આ અંગે કાયદાકીય કાર્યવાહી કરે છે. જો કે ઘેટાં-બકરાના પરિવહન સમયે કેટલા દસ્તાવેજો સાથે રાખવા, શું છે નિયમો...? તેની જાણકારી હોય તો આવી કાર્યવાહી થી બચી શકાય છે. ત્યારે આ અંગે અહીં કેટલીક મહત્વની વિગતો આપવામાં આપવામા આવી છે. જે નિયમો GSAWB (Gujarat State Animal Welfare Board, Gujarat State દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
સામાન્ય રીતે ઘેટાં બકરાની હેરફેર સમયે જો નિયમોનું પાલન કરવામાં આવે નહિ તો પ્રાણી ક્રુરતા અધિનીયમ 1960 ની કલમ 11 (1)(ક), (૫), (ય), (ઝ), (ડ) તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ રુલ્સ 1989 નો 11મો સુધારો (2015) ની કલમ 125 (D) મુજબ જે તે પોલીસ મથકમાં ફરિયાદ થયા બાદ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાય છે. હાલમાં આ કાયદા હેઠળ વાપી, ...