
વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:- POCSO કેસમાં આરોપીને ફાંસીની સજાનો હુકમ
વાપીમાં પોકસો એક્ટ The Protection of Children from Sexual Offences (POCSO) Act હેઠળનાં સ્પેશીયલ કેસમા 9 વર્ષની બાળકી સાથે બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા કરનાર આરોપી એવા પ્રદીપ @રાજેશ રામેશ્વર ગુપ્તાને વાપી કોર્ટના નામદાર જજ સાહેબે ફાંસીની સજાનો હુકમ કરતો ચુકાદો સંભળાવ્યો છે.
વાપી કોર્ટના જજ કે. જે. મોદીએ સોમવારે 30મી જાન્યુઆરી 2023ના મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં વર્ષ 2020માં વાપી નગરપાલિકા વિસ્તારમાં રહેતી એક 9 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઇ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી તેને રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકાવી દેવાનો જઘન્ય અપરાધ કરનાર આરોપી પ્રદીપ @રાજેશ રામેશ્વર રાજકુમાર ગુપ્તાને ફાંસીની સજાનો હુકમ કરતો ચુકાદો સંભળાવ્યો છે.
આ સ્પેશ્યલ પોકસો કેસ અંગે વાપી કોર્ટના DGP અનિલ ત્રિપાઠીએ વિગતો આપી હતી. વર્ષ 2020માં 7મી ફેબ્રુઆરીએ વાપી નગરપાલિકા વિસ્તારમ...