
વલસાડ જિલ્લામાં સૌથી વધુ આકરો તાપ, તો, નલિયા, ભુજ, અમરેલીમાં ઠંડીનો પ્રકોપ, વાપીમાં AQI અમદાવાદ-અંકલેશ્વર કરતા પણ વધુ……!
ચોમાસાની ઋતુ બાદ અને કારતક મહિનો શરૂ થતાં જ નલિયા, ભુજ, અમરેલી જેવા વિસ્તારમાં તાપમાનનો મારો ગગડતા ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. ત્યારે, વલસાડ અને સુરત 20મી નવેમ્બર સોમવારે રાજ્યના સૌથી વધુ ગરમ પ્રદેશ રહ્યા હતાં. વલસાડ જિલ્લામાં આકરા તાપ વચ્ચે હવાની ગુણવત્તા નું પ્રમાણ આપતો AQI પણ 181 પર રહ્યો હતો.
દિવાળી પર્વ વીત્યા બાદ વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી-દમણમાં શિયાળો હજુ જામ્યો નથી. સતત ગરમ વાતાવરણ વચ્ચે સોમવારે વલસાડ, સુરતમાં તાપમાનનો પારો 35 ડિગ્રીએ રહેતા ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ધરાવતા પ્રદેશ રહ્યા હતાં. વલસાડમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી, તો, સુરતમાં લઘુતમ તાપમાન 24 ડીગ્રી રહ્યું હતું. દમણમાં મહત્તમ તાપમાન 33 ડીગ્રી તો લઘુતમ તાપમાન 23 ડીગ્રી રહ્યું હતું.
આ વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર છે. અહીં સતત ભેજવાળું વાતાવરણ રહેતું હોય સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ન...