વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદ, મધુબન ડેમના 10 દરવાજા 4 મીટર ખોલતા દમણગંગા નદીમાં ઘોડાપુર
વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સોમવારે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. વાપી સહિત તમામ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. તો, મધુબન ડેમના તમામ દરવાજા 4 મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા દમણગંગા વિયર છલકાઈને વહી રહ્યો છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડ નજીકથી પસાર થતી ઓરંગા નદીમાં પુર આવતા કિનારાના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો, વાપી નજીકથી પસાર થતી દમણગંગા પણ હાલ ઓવરફ્લો થઈને બેકાંઠે વહી રહી છે. મધુબન ડેમના ઉપરવાસમાં સાંબેલાધાર વરસાદ વરસતો હોય ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં 1.52 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમનું લેવલ...