
વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ DNH દમણમાં મેઘરાજાએ ભાદરવામાં બોલાવી સટાસટી
વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં બુધવારના 6 વાગ્યાથી સતત વરસાદી હેલી વરસી રહી છે. ભારે પવન સાથે સતત વરસતા વરસાદી ઝાપટા ને કારણે ઠેરઠેર પાણી ભરાયા છે. તો સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
હવામાન વિભાગની આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી નો વર્તારો દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણને ફળ્યો છે. વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં ભાદરવા મહિનામાં છેલ્લા 26 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
હવામાન વિભાગની આગાહી સાથે વલસાડ જિલ્લામાં વરસી રહેલા વરસાદની વિગતો જોઈએ તો વલસાડ તાલુકામાં ગુરુવારે સવારે 8 વાગ્યા સુધીમાં પુરા થતા 26 કલાકમાં દોઢ ઇંચથી 4 ઇંચ સુધીનો સરેરાશ વરસાદ નોંધાયો છે. જેની તાલુકા મુજબ વિગતો જોઈએ તો ઉમરગામ તાલુકામાં 38mm, કપરાડા તાલુકામાં 47mm, ધરમપુર તાલુકામાં 55mm, પારડી તાલ...