
કચ્છના ભચાઉ તાલુકાના છાડવાડા ખાતે મિથેનોલમાંથી ફોર્માંલ્ડીહાઇડના ઉત્પાદન માટેના પ્રસ્તાવિત પ્રોજેકટની 22મી માર્ચે સુનાવણી
કચ્છના ભચાઉ તાલુકામાં આવેલ છાડવાડા ગામ નજીક મેસર્સ નક્ષ ફોર્મલાઇન પ્રાઈવેટ લિમિટેડ યુનિટ A, સર્વે નંબર 493, પ્લોટ -3, ખાતે આગામી દિવસોમાં 3000 મેટ્રિક ટન ફોર્માંલ્ડીહાઇડના ઉત્પાદન માટેના પ્રસ્તાવિત પ્રોજેકટની 22મી માર્ચે GPCB ના અધિકારીઓની અને ગામલોકોની હાજરીમાં જાહેર સુનાવણી યોજાવાની છે.
નક્ષ ફોર્મલાઇન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ પ્રોજેકટ ખાતે દર મહિને 1350 મેટ્રિક ટન મિથેનોલને રોમટિરિયલ તરીકે વાપરી તેમાંથી દર મહિને 3000 મેટ્રિક ટન ફોર્માંલ્ડીહાઇડ ઉત્પાદન કરવામાં આવશે. 3199.74 ચોરસ મીટર વિસ્તારમાં આકાર લેનારા આ પ્રસ્તાવિત પ્રોજેકટ અંગેનો EIA રિપોર્ટ જોઈએ તો નક્ષ ફોર્મલાઇન પ્રાઈવેટ લિમિટેડ કેટેગરી 5 (એફ)' એ' હેઠળ આવરી લેવાયેલા ઉત્પાદનોનું ઉત્પાદન કરવાની છે.
સૂચિત પ્રોજેક્ટની સ્થાનિક સ્તરે થતી અસરો અને તેના નિરાકરણ માટે કંપનીએ આપેલ માહિતી મુજબ આસપાસની હવા, પાણ...