
નેશનલ હેન્ડલૂમ ડે નિમિતે દમણમાં યોજાયો હેન્ડલૂમ ફેશન શૉ, મહિલાઓ-બાળકોએ હેન્ડલૂમના વસ્ત્ર પરિધાન કરી સ્ટેજ પર કર્યું રેમ્પ વૉક…!
સંઘપ્રદેશ દમણમાં આવેલ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં ભાજપ મહિલા મોરચા દ્વારા નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે હેન્ડલૂમ ફેશન શૉ નું આયોજન કર્યું હતું. આ દિવસને ધ્યાનમાં રાખી આયોજિત સાપ્તાહિક કાર્યક્રમ હેઠળ હેન્ડલૂમ ઉદ્યોગ સાથે સંકળાયેલ મહિલાઓને સન્માનિત કરી હેન્ડલૂમ ઉદ્યોગ કાયમ જળવાય રહે તેનાથી આવતી કાલનું ભવિષ્ય ગણાતા બાળકો પરિચિત બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હાથશાળ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે ભારત સરકાર અને વણાટ ઉદ્યોગ સાથે સંકળાયેલ સંસ્થાઓ હેન્ડલુમની ચીજવસ્તુઓ અંગે પ્રદર્શન યોજી નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી કરે છે. જે અંતર્ગત દમણમાં પણ નેશનલ હેન્ડલુમ ડે નિમિત્તે હેન્ડલુમ ફેશન શો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોથી માંડીને યુવાનો, મહિલાઓએ ખાદી સહિત હેન્ડલૂમમાંથી તૈયાર થયેલ વસ્ત્રોનું પરિધાન કરી દેશની અલગ અલગ સંસ્કૃતિમાં તે કેટલું મહત્વ ધરાવે છે તેનાથી ...