ગુજરાત સરકાર શ્રમિકો માટે સુંદર-સ્વચ્છ આવાસ યોજના લાવવા વિચારણાધિન:- નાણાપ્રધાન કનું દેસાઈ
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ વલસાડ જિલ્લામાં 6 સ્થળોએ 5 રૂપિયામાં ભોજન આપવાની યોજનાનો રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાણાપ્રધાને શ્રમિક અન્નપૂર્ણા યોજનાને લોકપ્રિય યોજના બનાવવાની અને ઔદ્યોગિક વિસ્તારમાં શ્રમિકો માટે સરકારી આવાસ બનાવવાનું ગુજરાત સરકાર વિચારી રહી હોવાનું જણાવ્યું હતું.
વાપીના ગુંજન વિસ્તાર સહિત જિલ્લાના 6 કડીયાનાકા પર 12મી ફેબ્રુઆરીથી 5 રૂપિયામાં ભોજન આપવામાં આવશે. જે અંતર્ગત વાપીમાં ગુંજનના વંદે માતરમ ચોક ખાતે ઉભી કરેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળની કેન્ટીનની રીબીન કાપી નાણાપ્રધાન કનું દેસાઈએ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કનું દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર આ શ્રમિક અન્નપૂર્ણા યોજનાને ગુજરાતની લોકપ્રિય યોજના બનાવવા માંગે છે. એ ઉપરાંત વાપી જેવા ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા શ્રમિકો, બંધકામક્ષેત્રે જોડાયેલ શ...