ગુજરાત સરકારના પાલિકા અધિનિયમ પરિપત્રનો ભળતો અર્થ કાઢી વાપી નગરપાલિકાના સત્તાધીશોનો અનોખો ખેલ, મિલકત ધારકો પાસેથી ઉઘરાવી રહ્યા છે કરોડોનો મિલકત વેરો
નગરપાલિકા એ શહેર માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. નગરપાલિકાને ચોક્કસ હદ હોય છે અને તેમાં રહેતા લોકો તે સ્થાનિક સંચાલનની હદ નીચે આવે છે. નગરપાલિકા દ્વારા મુખ્યત્વે શહેરના વિકાસથી માંડીને લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવે છે, બદલામાં નગરપાલિકા લોકો પાસેથી વિવિધ પ્રકારના વેરા ઉઘરાવે છે. નગરપાલિકા દ્વારા એરીયાબેઇઝ મિલકતની આકારણી કરીને મિલકત વેરો, પાણી વેરો, દીવાબત્તી વેરો, વ્યવસાય વેરો વગેરે કરવેરા ઉઘરાવવામાં આવે છે. જો કે આ વેરામાં સરકારના પરિપત્ર મુજબ વાત કરીએ તો વાપી નગરપાલિકા ના સત્તાધીશો મિલ્કતધારકો ને રીતસરના મૂરખ બનાવી રહ્યા છે. કેમ કે વિવિધ વેરા અને તેના નિયમોની આંટીઘૂંટી ખુદ પાલિકાના સત્તાધીશો કે કર્મચારીઓ ને પલે નથી પડતી તો, આમ નાગરિકોને ક્યાંથી પડવાની?
...