બર્ન કેસની સારવાર અને સ્કિન બેન્ક અંગે વાપીની SSRCN નર્સિંગ કોલેજમાં નિષ્ણાંત તબીબોએ આપ્યું માર્ગદર્શન
વાપીમાં આવેલ સાન્દ્રાબેન શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગ ખાતે અભ્યાસ કરતા નર્સિંગ વિદ્યાર્થીઓ માટે 2 દિવસીય કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે પણ મહિલા કે પુરુષ દાઝી જાય અને એવા કેસ હોસ્પિટલમાં આવે ત્યારે તેમને પ્રથમ સારવાર કઈ રીતે આપવી, પ્લાસ્ટિક કે કોસ્મેટિક સર્જરી કઈ રીતે કરવી, દેશમાં સ્કિન બેન્ક ની કેટલી આવશ્યકતા છે. તે અંગે નિષ્ણાંત સર્જનો દ્વારા વર્કશોપનું આયોજન કરી વિસ્તુત જાણકારી આપવામાં આવી હતી.
દેશમાં અને વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ દાઝી જાય ત્યારે એ ઘટના તેમને માટે અસહ્ય પીડાદાયક હોય છે. આવા કેસમાં દર્દીનો જીવ કઈ રીતે બચી શકે, પ્રથમ પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી, બર્ન પેશન્ટની કાળજી કઈ રીતે લેવી તે અંગે હજુ પણ ઉપયોગી જાણકારીનો મેડિકલ ક્ષેત્રે અભાવ છે. જેને પૂર્ણ કરી નર્સિંગ સ્ટાફમાં બર્ન કેસ અંગે સારી સ્કીલ્ડ ડેવલોપ થાય તે માટે વાપીમાં આવેલ સાન્દ્...