Thursday, December 26News That Matters

Tag: guard of honor given

દાદરા નગર હવેલીમાં IRBN ના કોન્સ્ટેબલનું ફરજ દરમ્યાન મોત

Gujarat, National
સેલવાસ :- મૂળ લક્ષદ્વિપના અને વર્ષ 2000થી દાદરા નગર હવેલીમાં ફરજ બજાવતા ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાન કાસીમને ફરજ દરમ્યાન હાર્ટએટેક આવ્યો હતો. જેનું શુક્રવારે સારવાર દરમ્યાન નિધન થતા પોલીસ બેડામાં અને IRBN બટાલિયનમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. વર્ષ 2000થી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ઇન્ડિયન રિઝર્વ બટાલિયન ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા કાસીમનું શુક્રવારે નિધન થતા દાદરા નગર હવેલી પોલીસ અને IRBN ના ડેપ્યુટી કમાન્ડર સહિત જવાનોએ સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર આપી મૃતદેહને અંતિમવિધિ માટે રવાના કર્યો હતો. IRBN ના કોન્સ્ટેબલ કાસીમ ગુરુવારે રાત્રીના સમયે ફરજ પર હાજર હતો. ત્યારે અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે દરમ્યાન તેને તાત્કાલિક સેલવાસની વિનોબાભાવે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. તે દરમ્યાન તેનું નિધન થયું હતું.  ...